ન્યુઝિલેન્ડ: અંડર-19 વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 217 રનના લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ભારતે 8 વિકેટે ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી. આજની જીત સાથે ભારત અત્યાર સુધી ચાર વખત વર્લ્ડકપ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ગુજરાતના ભાવનગરના ખેલાડી હાર્વિક દેસાઈનો પણ દબદબો રહ્યો હતો. હાર્વિક દેસાઈએ વીનિંગ શોર્ટ ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. જોકે ટીમ ઈન્ડિયાની જીત બાદ બીસીસીઆઈએ મોટી જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અંડર 19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ભારતી જીત થઈ હતી અને ફાઈનલમાં એન્ટ્રી મારી હતી.
ગુજરાતી ખેલાડી એવા હાર્વિક દેસાઈએ ટીમ ઈન્ડિયા તરફથી વિકેટ કીપિંગ કરી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે 3 કેચ પકડ્ય હતાં. જ્યારે બેટિંગમાં પણ તેણે 47 રન ફટકાર્યા હતાં. જ્યારે હાર્વિક દેસાઈ ચોગ્ગો ફટકારીને વીનિંગ શોર્ટ ફટકાર્યો હતો. જ્યારે મનજોતે 101 રન ફટકાર્યા હતાં.
ભારતની U-19 ટીમ વર્લ્ડ કપ વિજેતા બનતા જ બીસીસીઆઈએ હેડ કોચ રાહુલ દ્રવિડને 50 લાખ રૂપિયા, ટીમના સભ્યોને 30 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 20 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જેના કારણે ખેલાડીઓમાં પણ ડબલ ખુશી જોવા મળી હતી.
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ
મહેસૂલ વિભાગમાં વર્ગ-1 ના 79 અધિકારીઓની સાગમટે બદલીના આદેશ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'